ગુજરાતમાં હોટલ, પ્રવાસન, ફાઇનાન્સને વેગ આપવાનો વ્યૂહ : ઉદ્યોગ નીતિ જેવી ‘સર્વિસ નીતિ’ જાહેર કરવાની તૈયારી

ગુજરાત
ગુજરાત

ગુજરાત સરકારે ઉદ્યોગ નીતિના ધોરણે હવે સૌ પ્રથમ વખત ગિફ્ટ સિટી સહિત હોટલ, પ્રવાસન,રેસ્ટોરાં અને ફાઇનાન્સ સહિતના ધંધા રોજગાર માટે ખાસ સર્વિસ પોલિસી જાહેર કરવાની દિશામાં તૈયારી હાથ ધરી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત સર્વિસ પોલિસી જાહેર થશે.

આગામી દિવસોમાં સર્વિસ ક્ષેત્રમાં વધુ કંપનીઓને આકર્ષવા તથા પ્રવર્તમાન કંપનીઓને વધારાના લાભો આપવામાં આવશે. સર્વિસ ક્ષેત્રના વિકાસ થકી મોટી સંખ્યામાં નવી રોજગારી ઊભી થઇ શકે તેમ છે. કોરોના લોકડાઉનને કારણે સર્વિસ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો. તેને ધ્યાને રાખીને ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

પ્રવાસન, હોટલ, રેસ્ટોરાં, ફાઈનાન્સ સહિતના ક્ષેત્રોને નવી નીતિ હેઠળ આવરી લેવામાં આવશે. આ સિવાય ગિફ્ટ સિટી માટે આકર્ષણ સાથે અનેક રાહત આપવામાં આવશે. વર્ષના અંત સુધીમાં નવી નીતિ જાહેર કરવામાં આવશે. આ માટે ઉદ્યોગ સંગઠનોના સૂચન પણ માગવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.