પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલત યોજાઈ, અનેક કેસોના સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરાયો

પાટણ
પાટણ

રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન અનુસાર પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં અધ્યક્ષ પાટણ જિલ્લા કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ વડપણ નીચે પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાયેલી લોકઅદાલતોમાં ફોજદારી, ચેક બાઉન્સ, મોટર અકસ્માત વાહન વળતર કેસ, લગ્ન વિવાદો, જમીન સંપાદન કેસ, ભરણપોષણ કેસ, મનાઈ હુકમ, બેંક, વિજળી, પાણી બીલનાં લેણાનાં સમાધાન પાત્ર ન હોય તે સિવાયનાં કેસોનાં સમાધાન આ લોક અદાલતોમાં કરાયા હતા.


આ લોકઅદાલતમાં તમામ પક્ષકારોએ વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પૂર્ણ થાય અને પક્ષકારોને છુટકારો મળે તે માટે વધુમાં વધુ કેસ લોક અદાલતોમાં મુકીને તેને સફળ બનાવવા માટે અનુરોધ કરાયો હતો. તેમજ ઉપરોક્ત પ્રકારનાં કેસનો ઉકેલ નેશનલ લોકઅદાલતનાં માધ્યમથી લાવવા માટે અરજદારોએ વીલ મારફત લોકઅદાલતમાં કેસ મુકવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પાટણનો અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવા માટે જણાવ્યુ હતું. જે આજે સફળ રહયો હતો. પાટણ જિલ્લા અદાલત ખાતેની લોકઅદાલત માટે આઠ જેટલી કોર્ટોમાં મોટી સંખ્યામાં પક્ષકારોએ પોતાનાં કેસોનાં સમાધાન માટે વિચાર વિમર્શ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.