પાટણ નવા ગંજબજાર સ્થિત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે હવન કરાયો
પાટણ ના નવા ગંજ બજારમાં આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર પરિસર ખાતે શનિવારને શ્રાવણ વદ -10 ના પવિત્ર દિવસે માતાજીનો પાટોત્સવ પ્રસંગ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. માતાજી ના પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસર ખાતે આયોજિત નવચંડી હવન યજ્ઞ ના યજમાન પદે સુરેશભાઈ શંકરલાલ પટેલ, મંદિર શિખર પર ધ્વજા રોહણ રમેશચંદ્ર જયંતીલાલ પટેલ અને પ્રસાદના દાતા તરીકે કીરણભાઇ એમ.પટેલ પરિવારે લાભ લીધો હતો.
નવા ગંજ બજારમાં આવેલા શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર પરિસર ખાતે માતાજીના પાટોત્સવ નિમિત્તે આયોજિત હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવોમાં યજમાન પરિવાર સહિત ગંજ બજારના વેપારીઓએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. શ્રી મહાલક્ષ્મી માતા મંદિર ના પુજારી દ્વારા પાટોત્સવ નિમિત્તે શ્રી મહાલક્ષ્મી માતાજી ને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.