દિલ્હીમાં વરસાદ, G20 બેઠક પહેલા વાતાવરણ થયું ખુશનુમા; ભારે ઉકળાટ બાદ મળી રાહત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ (આજે અને આવતીકાલ) દિલ્હીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે જી-20 સમિટની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે વરસાદ જી-20 સમિટની મજા બગાડે નહીં. ગઈ કાલે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો.

જણાવી દઈએ કે આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 36.4 અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સાથે જ હવામાન વિભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંદુરગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, મુંબઈ માટે ગ્રીન એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં આગામી 24-48 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

ત્યારે, હવામાન વિભાગે વિદર્ભ, ગોવા, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.