પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ક્લાઈમેટ ચેન્જ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 7 સપ્ટેમ્બર 2023 ના રોજ વાદળી આકાશ માટે સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે ક્લાઈમેટ ચેન્જ પર વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં 400 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.નિષ્ણાંત ગાઈડ દ્વારા ઈંટરેક્ટિવ મોડેલના માધ્યમથી સારી આબોહવા અને ખરાબ આબોહવા વચ્ચેનો તફાવત અને ક્લાઈમેટ ચેન્જ ને અટકાવા માટે ના પગલાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે વાદળી આકાશ માટે સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિન, આરોગ્ય અને પર્યાવરણમાં સ્વચ્છ હવાની મહત્વપૂર્ણ ભૂમિકા, વાયુ પ્રદૂષણ અને વધતાં જતાં પૃથ્વીના તાપમાન સામે લડવા, સંવેદનશીલ વસ્તીનું રક્ષણ કરવા અને સ્વચ્છ હવાના અધિકારોની હિમાયત પર ભાર મૂકે છે. નાની વયના સહભાગીઓએ ક્લાઈમેટ ચેન્જના સેન્સર ટેક્નોલોજી આધારિત ઇન્ટરેક્ટિવ મોડલ સાથેની ક્રિયા-પ્રતિક્રિયાથી ખૂબ જ ઉત્સાહીત અને આનંદિત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.