રાધનપુરના કલ્યાણપુરા ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

પાટણ
પાટણ

શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને લઇને ભક્તો સવારથી જ લાઈન3 મંદિરો માં દર્શન પૂજા નો અનેરો લહાવો લેવા પહોંચી રહ્યા છે.જન્માષ્ટમી એ હિંદુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે ઉજવવામાં આવે છે.આ તહેવારની ઉજવણી કરતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો અને રામજી મંદિર નાં પૂજારી કાશીરામ બાપૂ દ્વારા સુંદર મજાનું રાસ ગરબા, ધૂન,ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાત્રે રામજી મંદિર ચોક ખાતે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભાવ ભક્તિ સાથે રાત્રે 12 વાગ્યા નાં સુમારે શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના રામજી મંદિરમાં ડેકોરેશન કરી પૂજા અર્ચના આરતી સાથે વિવિધ પ્રકારના ફળ સાથે પ્રસાદી ધરાઇ હતી.રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને લઇને કલ્યાણપુરા રામજી મંદિરમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રામજી મંદિરમાં પૂજારી બાપૂ નાં સહયોગ થી ભવ્ય થી ભવ્ય સજાવટ લાઈટિંગ ડેકોરેશન સાથે સતત દિવસ દરમિયાન ભજન ભાવ શ્રી કૃષ્ણ ભગવાનના ભજન ધૂન મંદિર પરિસરમાં વગાડવામાં આવ્યા હતાં. રાત્રે રાસ ગરબા,ભજન કીર્તન કરી ફટાકડા ફોડી આતસબાજી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા પારંપારિક વેશભૂષા સાથે લોક નૃત્ય તથા વિવિધ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ ગામમાં સમસ્ત સમાજના લોકો મોટી સંખ્યામાં આરતી સમય જન્મોત્સવ નિમિત્તે રામજી મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.રામજી મંદિર ખાતે રાત્રે 12 વાગ્યાના સમયે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને શંખનાદ કરી આરતી પૂજા સાથે વધાવી લેવામાં આવ્યો હતો અને દરેક ભાવિ ભક્તો એ ઝૂલો ઝુલાવી શ્રી કૃષ્ણ નંદ લાલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.શ્રી કૃષ્ણ જન્મોત્સવ માણવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.સમસ્ત ગ્રામજનો દ્વારા મંદિરના પરિસરમાં નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઉઠ્યું હતું .જન્માષ્ટમી નિમિત્તે કલ્યાણપુરા ગામમાં વર્ષો જૂની પરંપરાગત રીતે રીત રિવાજ અનુસાર ઉજવણી કરવામાં આવે છે. જેમાં કલ્યાણપુરા ગામનાં સમસ્ત સમાજનાં લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કાર્યક્રમ માં જોડાઈ વિવિધ પ્રકારના ભાગ લઈ વર્ષો જૂની પરંપરાગત ને સાચવતા જોવા મળી રહ્યા છે.આજના કાર્યક્રમ અંતર્ગત મંદિરના પૂજારી સાધુ કાશીરામ બાપૂ દ્વારા કાનુડા નાં ગીતો સાથે જન્માષ્ઠમી નિમિતે કલ્યાણપુરા ગામને ગોકુળ ધામ જેવું બનાવતા લોકોમાં અનેરો આનંદ ઉત્સવ જોવા મળ્યો હતો.ગામમાં રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામની મહિલાઓ મન મૂકીને રાસ ગરબા માં જોડાયા હતા.સાથે સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વર્ષો જૂની પરંપરાગત રીતે હિંડોળામાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ નાં દર્શન નો લહાવો લેવા મોટી સંખ્યામાં ગામનાં લોકો ઉમટી પડયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.