પાટણના કમલીવાડામાં 100 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી હાઇડ્રોક્રેનની મદદથી જીવ બચાવ્યો

પાટણ
પાટણ

રાજ્યમાં અવાવરું કૂવાઓમાં પશુઓ ખાબકવાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે પાટણમાં પણ 100 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકવાની ઘટના સામે આવી છે. જોકે, આ ગાયનો જીવ જીવદયા પ્રેમીઓએ JCB અને હાઇડ્રોક્રેનની મદદથી બચાવી લીધો છે. જે દિલધડક રેસ્ક્યૂનો વીડિયો જોઇને સૌ કોઇ અચંબામાં પડી જાય એટલી જહેમત જીવદયાપ્રેમીઓએ ઉઠાવી હતી.પાટણ જિલ્લા સહિત શહેરમાં ઘણી વખત મૂંગાં પશુઓ ઊંડા ખાડામાં તેમજ ઊંડા કૂવામાં પડી જવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવવા પામ્યા છે. ત્યારે આવો જ એક વધુ એક કિસ્સો પાટણ તાલુકાના કમલીવાડા ગામની સીમમાંથી સામે આવ્યો છે. જ્યાં ઘાસ ચરતી ચરતી ગાય 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી.અચાનક ગાય કૂવામાં ખાબકતાં તેનો ધડામ દઇને અવાજ આવતા એક જીવદયાપ્રેમી કૂવા નજીક પહોંચી ગયા હતા. પરંતુ તેઓ એકલા હાથે ગાયનો જીવ બચાવી શકે તેમ નહોતા. જેથી તેમણે સૂઝબૂઝ વાપરીને સમય વેડફ્યા વગર પાટણના શ્રીઅબોલ જીવસેવા ટ્રસ્ટના પ્રમુખને ફોન કર્યો હતો અને ઘટના જણાવી હતી.

જીવદયા પ્રેમીએ ગાય કૂવામાં ખાબક્યાની જાણ કરતાં અબોલ જીવસેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળ પણ કોઇ સમય વેડફ્યા વગર પોતાની ટીમને લઇને તાત્કાલિક કમલીવાડાની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં જઇને તેમણે જોયું તો કૂવો અંદાજિત 100 ફૂટ જેટલો ઊંડો હોવાથી ગાયનું રેસ્ક્યૂ કરવું એક વખતે તેમને મુશ્કેલ લાગ્યું હતું.રેસ્ક્યૂ મુશ્કેલ હતું પણ રાજુભાઇ રાવળે સૂઝબૂઝથી કામ લઇને JCB અને હાઇડ્રોક્રેન મંગાવી હતી. ત્યારબાદ દોરડા વડે કૂવામાં ટીમના કેટલાક માણસો ઊતર્યા હતા. જ્યાં અંદર જઇને ગાયને આગળ અને પાછળના પગ નજીક મજબૂત દોરડા વડે બાંધી દીધી હતી અને એ દોરડાનો બીજો છેડો JCB અને હાઇડ્રોક્રેન સાથે બાંધી દીધો હતો.આમ કૂવામાં મજબૂતાઇથી ગાયને બાંધ્યા બાદ શ્રીઅબોલ જીવસેવા ટ્રસ્ટની ટીમના માણસો દોરડા વડે બહાર આવ્યા હતા અને બાદમાં JCB અને હાઇડ્રોક્રેનની મદદથી દોરડા ખેંચીને ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેની સારવાર કરીને માનવતા દર્શાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.