પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 6 સપ્ટેમ્બર 2023 ના રોજ પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.નિષ્ણાંત ગાઈડ દ્વારા ઈંટરેકટિવ સાધનો ના માધ્યમથી વિદ્યાર્થીઓનું નિર્દેશન કરવવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકાશીય ઉપકરણ, તેના સિદ્ધાંત અને તેના ઉપયોગો સાથે વિદ્યાર્થીઓ પોતાના ઘર પર આ ઉપકરણો કઈ રીતે બનાવી શકે તેના વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.


સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે તબીબી પ્રગતિમાં, સંચાર તકનીકોને વધારવામાં, કોષોનો અભ્યાસ કરવા માટેના માઇક્રોસ્કોપથી લઈને ઈન્ટરનેટ ટ્રાન્સમિશનમાં ફાઈબર ઓપ્ટિક્સ સુધી આ પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ થાય છે. ભારતીય અવકાશ સંશોધનમાં અવકાશી પદાર્થોનું અવલોકન કરવા અને વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે ટેલિસ્કોપ, સ્પેક્ટ્રોસ્કોપ અને કેમેરા જેવા પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓએ પ્રકાશીય ઉપકરણો વિશે જાણીને રોમાંચિત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.