રાજ્યમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રહેશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : કોરોનાને કારણે લાગુ કરેલા લોકડાઉન બાદ હવે ધીરે ધીરે અનલોક તરફ સરકાર આગળ વધી રહી છે. આજે ગુજરાત સરકારે અનલોક ૪ની ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ હવેથી રાજ્યના તમામ શહેરોમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ ગાઈડલાઈનના પાલન સાથે રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે ૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તબક્કાવાર તેમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિયમોને આધિન ધીરે ધીરે લોકાડાઉનમાં રાહત આપતા અનલોક જાહેર કરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ અનલોક-૪ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના નાગરિકોને કેટલીક મહત્વની રાહતો આપી છે.
સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકિય સમારોહમાં ૧૦૦ વ્યક્તિઓની મર્યાદમાં એકઠા થવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ તેમણે ફેસ કવર, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કિનિંગ અને સેનેટાઈજરની સુવિધા સાથે પરમિશન આપવામાં આવશે.
જ્યારે લગ્ન સમારોહમાં ૫૦ વ્યક્તિ અંતિમક્રિયામાં ૨૦ વ્યક્તિઓને એકઠા થવાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.