સાતલપુરના પર ગામે જૂની અદાવતમાં સમાજના યુવાનને છરીના ઘા મારી મોત નિપજાવ્યું

પાટણ
પાટણ

સાંતલપુર ના પર ગામ માં જાડેજા સમાજના બે યુવકો વચ્ચે જૂની અંગત અદાવત ને લઈ બબાલ થતા નિકુલસિંહ જાડેજા નામના યુવકે ભરતસિંહ જાડેજા નામના યુવકને છરી ના ઘા મારતા ભરતસિહ નું ધટના સ્થળે મોત થતાં પર ગામમાં સનસનાટી વ્યાપી જવા પામી હતી. તો બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે પર ગામે તાબડતોબ પહોંચી કાયદો અને વ્યવસ્થા સંભાળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી આરોપી ને ગણતરી ના કલાકોમાં ઝડપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સાંતલપુરના પર ગામમાં જાડેજા સમાજ ના નિકુલસિંહ જાડેજા અને ભરતસિંહ જાડેજા વચ્ચે છેલ્લા બે વષૅથી અંગત અદાવત ચાલતી હોય ગતરોજ નિકુલસિહ જાડેજા પોતાના ઘરે હાજર હોય તે સમયે ભરતસિંહ જાડેજા પોતાના ઘર થી નિકળી નિકુલસિહ ના ધર પાસેથી પસાર થતાં નિકુલસિંહ જાડેજા ના મનમાં જુની અદાવત નું ભૂત ધૂણતા ઉશ્કેરાયેલા નિકુલસિંહ જાડેજા એ પોતાની પાસે ની છરી વડે ભરતસિહ જાડેજા ઉપર ઘા કરતા ગંભીર ઈજાઓ ના કારણે ભરતસિહ જાડેજા નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો બનાવ ને પગલે પર ગામમાં સનસનાટી વ્યાપી જવા પામી હતી. ઘટના ની જાણ સાંતલપુર પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ માં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મૃતક ની લાશના પીએમ માટે જાડેજા સમાજના લોકો સહિત પર ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ખાતે હાજર રહ્યા હતા. તો પોલીસે આરોપી નિકુલ જાડેજાને ગણતરી ના કલાકો માજ ઝડપી લીધો હોવાનું સાંતલપુર પીએસઆઇ હાર્દિકભાઈ પરમારએ જણાવ્યું હતું.
અને આ બનાવની હકીકત જણાવતા તેઓએ કહ્યું હતું કે ભરતસિંહ બાબુજી જાડેજા એ બે વર્ષ અગાઉ નિકુલ સિંહ પર હુમલો કર્યો હતો જેનો ખાર રાખી ને નિકુલસિંહ જાડેજા એ ગત રાત્રીએ પર ગામમાં ભરતસિંહ જાડેજા ઉપર છરી ના ઘા કરતા ભરત સિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત થયું હતું.મૃતકની લાસ ને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપી ને ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.