ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અધ્યાપક મંડળ દ્વારા એક્ટ લાગુ ના કરવા રજીસ્ટારને આવેદનપત્ર

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સૂચિત કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ ના કરવા યુનિવર્સિટી રજીસટાર કે.કે. પટેલ ને આવેદનપત્ર આપ્યું હતું.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સૂચિત કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ ના કરવા આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે આ ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ જે રીતે લાગુ થવા જઈ રહ્યો છે તે અને તેની જોગવાઈઓ જોતા આ ભવિષ્યને લઈન શિક્ષણ જગતમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલના આપણા વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરન્દ્રભાઈ મોદીની સરકારમાં લાગું કરવામાં આવેલ ખાનગી યુનિવર્સિટી એક્ટમાં ગ્રાન્ટ ઇન એન્ડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં નહોતો આવ્યો, પરંતુ તેમાં વર્ષ 2021 માં તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકારમાં સુધારો કરીને ગ્રાન્ટ ઈન એડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ કરી શકાશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.


જે રાહત દરે શિક્ષણ આપતી ગ્રાન્ટ ઇન એડ કોલેજો ખતમ કરવાનો કાયદો હોય તે સ્પષ્ટ દેખાતું હતું આથી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રામ રાજયમાં આ જોગવાઇનો વિરોધ થતાં રાજ્ય સરકારે અમારી માગણી સ્વીકારી અને વિધાનસભાનું ખાસ સત્ર બોલાવીને ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને સમાવેશ કરવાનો સુધારો રદ્દ કર્યો હતો.રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્ય સરકારનો અભિવાદન કાર્યક્રમ પણ કરેલ હતો.લાગુ થવા જઇ રહેલ આ ગુજરાત કોમન યુનિવર્સિટી બિલના ડ્રાફ્ટની જોગવાઇઓ જોતા અમારા વિરોધના લીધે જે કાયદો રદ થયો હતો તે જ કરી પાછો કોમન એકટના માધ્યમથી આવી રહ્યો છે, તે જોતા એવું લાગી રહ્યું છે લાંગુ થનાર કાયદો ખાનગીકરણને ચોક્કસથી વેગ આપનારો કાયદો છે, માત્ર સરકારી યુનિવર્સિટીને આ કોમને એકટ લાગુ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે સંચાલક મંડળો ઉપર કોડ ઓફ કંડક્ટ લાગુ કરવો. યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓને આઈપીસી કલમ-21 ની વ્યાખ્યા પ્રમાણે જાહેર સેવક ગણવા, વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વને ખતમ કરવું, યુનિવર્સિટીની સ્થાવર અને જંગમ મિલકતોને લિજ પર આપવી. ભાડે કે વેચાણ આપવી, સેનેટ ખતમ કરવી, સિન્ડિકેટ, બોર્ડ ઓફ મેનેજમેંટ સહિતની યુનિવર્સિટીની વિવિધ વહીવટીય સમિતિઓ વગેરે જોગવાઈઓ યુનિવર્સિટીની સ્વાયતતા પર પૂર્ણવિરામ સૂચવે છે. આ ઉપરાંત ગુજરાત કોમન યુનિવર્સિટી બિલની મોટાભાગની જોગવાઇઓ શિક્ષણ હિત ન હોઈ આ બીલ લાગુ કરવામાં ન આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.