સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો યાત્રા-2 આયોજન અર્થે કારોબારી બેઠક યોજાઈ

પાટણ
પાટણ

સિદ્ધપુર માર્કેટયાડ ખાતે રાજ્યસભા ના પૂર્વ સાંસદ અને પાટણ જિલ્લા પ્રભારી શ્રીમતિ અલ્કાબેન ક્ષત્રિયના અધ્યક્ષતામાં સિદ્ધપુર કોગ્રેસ સમિતિ ની બેઠક આવનાર દિવસોમાં યોજાનાર ભારત જોડો યાત્રા-2 તેમજ હાથ સે હાથ જોડો યાત્રા ના અનુસંધાને આયોજન અર્થે બેઠક યોજાઈ હતી.


રાજ્યસભા ના પૂર્વ સાંસદ અને પાટણ જિલ્લા પ્રભારી અલ્કાબેન ક્ષત્રિય, વિધાનસભા નિરીક્ષક મુકેશભાઈ દેસાઈ, પીસીસી ડેલિગેટ બેચરભાઈ રાઠોડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, સિદ્ધપુર વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા પ્રમુખ હમીદભાઇ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ના સદસ્યોએ સાથે કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.