ચાણસ્મામાં 1200 વર્ષ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે લઘુરુદ્ર અને વિશેષ અભિષેક કરાયો

પાટણ
પાટણ

ચાણસ્મા નગર સહિત પંથકનાં ગામોમાં આવેલા ગોગા મહારાજના મંદિરે આજે સોમવારે નાગપંચમી નિમિત્તે પરંપરાગત લોકમેળા ભરાયા હતા. જેમાં હજારો શ્રદ્વાળુઓએ ઊમટી પડી દર્શનનો લાભ લીધો હતો. ચાણસ્માના ઐતિહાસિક ગોગા મહારાજના મંદિરે ગોગા બાપાને ગોગા મહારાજ પરિવાર તરફથી 30 ગ્રામ સોનાનું અને 500 ગ્રામ ચાંદીનું છત્ર અર્પણ કરાયું હતું.


ચાણસ્મામાં જૂના રબારી વાસમાં આવેલા 1200 વર્ષ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે નાગપાંચમ મહોત્સવમાં દાદાના મંદિરે વહેલી સવારથી જ ચાણસ્મા, હારિજ, પાટણ, બહુચરાજી પંથકમાંથી ભાવિકો શ્રીફળ-કુલેરનો પ્રસાદ ધરાવવા ઉમટી પડયા હતા અને ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ તેમજ ચવેલીના મહંત બળદેવ બાપુના આશીર્વાદ લઇ ધન્ય બન્યા હતા. નાગપંચમીના પવિત્ર દિવસે ગોગા બાપાને લઘુરુદ્ર અને વિશેષ અભિષેક કરાયો હતો. તેમજ ધ્વજારોહણ સમયે ગોગા મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ ગોગા મહારાજ પરિવાર દ્વારા કરાયું હતું. મહોત્સવને સફળ બનાવવા પુજારી હસમુખપુરી મહારાજ, પરેશ દેસાઇ, આશિષ દેસાઈ, મુકેશ પિત્રોડા સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી.જ્યારે ચાણસ્મા પંથકના ધરમોડા, સેંઢાલ, કંબોઇ, લણવા, વડાવલી મીઠીધારીઆલ, ધાણોધરડા સહિતના ગામોમાં ગોગા મહારાજના મંદિરોએ પણ નાગપાંચમના લોકમેળમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડી ગોગા બાપાના આશીર્વાદ મેળવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.