વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાના રિસામણાં વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસાની શરુઆતમાં વરસાદ સારો થતાં રાજ્યમાં દર વર્ષ કરતાં સારુ વાવેતર આ વર્ષે થયું છે ત્યારે હવે ખેતરમાં ઉભેલા પાકને ખરેખર પાણીની જરુર છે એવામાં મેઘરાજા રિસાઈને બેઠા છે જેના લીધી રાજ્યભરના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમ જેમ રાજ્યમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. એમ રાજ્યમાં તાપમાનનો પારો પણ ઉંચકાયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરી જતાં ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 5 સપ્ટેમ્બર સુધી તો વરસાદની શક્યતા નહિવત્ છે.

વરસાદ ખેંચાતા છેલ્લા લગભગ પાંચ દિવસથી લોકો વધુ પડતી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગત અઠવાડિયા સુધી આકાશ અંશતઃ વાદળછાયું રહેવાના કારણે ગરમીની માત્રા ઓછી હતી. પણ વાદળ વિખરાતા હવે સૂર્યનારાયણના કિરણો પ્રખર બન્યા છે. જે ઉનાળાની યાદ અપાવે છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાનનો પારો 26 ડિગ્રી સે. સુધી પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ માસમાં સતત એક માસ સુધી વરસાદ વરસ્યો ન હોય તેવું સંભવતઃ પહેલીવાર બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 5 સપ્ટેમ્બર સુધી તો વરસાદની શક્યતા સાવ નહિવત્ છે. કેમકે અત્યારે વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહે છે કે સપ્ટેમ્બર માસમાં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવા સંકેત છે. 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં બંગાળાના ઉપસગારમાં મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે આંધ્ર ઓરિસ્સા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ થવાની શક્યતા છે. 5 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 13-20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની પડવાની શક્યતા વ્યક્ત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.