ધાનેરાના સરાલમાં 15 દિવસથી પીવાનું પાણી ન આવતાં લોકો ત્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકાના સરાલ ગામે પીવાના પાણીની સમસ્યાના કારણે ગામમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેમજ ગૌશાળામાં પણ આ પાણી ન આવતા ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે.

ધાનેરાના સરાલ ગામે છેલ્લા 15 દિવસથી પિવાનું પાણી ન આવતા લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. અને પોતાના વાસણો લઇને આજુબાજુના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે. બીજી તરફ ગૌશાળામાં પણ પાણી ન આવતા ગૌસેવકો ટેન્કરો દ્વારા આજુ બાજુના ખેતરોમાંથી પાણી લાવી રહ્યા છે.આ અંગે દૂધ મંડળીના ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં વહીવટદાર તેમજ તલાટીને જાણ કરવા છતાં સમસ્યા હલ થતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.