ડીસા તાલુકાના થેરવાડા થી ઝેરડા જતો રોડ વાહન ચાલકો માટે જોખમી હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા ના થેરવાડા થી ઝેરડા તરફ જતો રોડ ત્યાં થેરવાડા પ્રાથમિક શાળા ની પૂર્વ ભાગે નાળા નું બાંધ કામ તંત્ર દ્વારા હજુ સુધી સમાર કામ હાથ ધર્યું નથી. કોન્ટ્રાક્ટર અને જવાબદાર આધિકારી સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ છે. ડીસા તાલુકાના થેરવાડા ગામની પ્રાથમિક શાળા ની પાસે બનેલા નાળા ઉપર 2015…2017 પહેલા ભારે વરસાદ થવાથી નાળો બનતા સમગ્ર નાળા પર તિરોડો ખાડા પડેલ છે આ નાળા ઉપર બનાવેલ રોડ બાઈવાડા વિઠોદર જાવલ જેવા ગામે ઝેરડા થી થેરવાડા રોડ જોડેલ છે અગાઉ નાળુ બનતા માત્ર નામ બન્યું છે એટલું જ નહીં નાળા ની સાઈડ માં પાણી ના ધસમસતા પ્રવાહ ના કારણે ઊંડા ખાડા પડી ગયા છે વાહન ચાલકો માટે આગળ ખાઈ અને પાછળ કુવા જેવા ઘાટ ધડાવે છે અગાઉ રજુઆત કરવા છતાંય કોન્ટ્રાક્ટર અને તંત્ર ની મિલી ભગત થી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

આ બાબતે ગામ ના સરપંચએ જણાવ્યું કે આ નાળામાં ગુણવતા વગર નો હલકો માલ વાપરી શોભા ના ગાંઠિયા જેવું કામ કરેલ છે અને આ બાબત્તે ઝેરડા થેરવાડા રોડ વચ્ચે વ્યવસ્થિત નાળો બનાવવા માં આવે તેનું સમાર કામકરવા માટે અમે ૨૯/૦૧/૨૦૧૮ ના રોજ મારા લેટર પેડ ઉપર કાર્યપાલક ઈજનેર સાહેબ માર્ગ અને મકાન પંચાયત વિભાગ માં રજુઆત કરી છે પણ હજુ સુધી તંત્ર દ્વારા આ નાળા ની તાપસ કે સમાર કામ થતું નથી તો આ નાળા નું સમાર કામ કરવામાં આવે એવી ગામ જનોની માગણી છે ગામના જાગૃતિ નાગરિક જણાવ્યુ હતુ કે થેરવાડા થી ઝેરડા જતો રોડ માં વચ્ચે નાળુ બનાવવા માં આવેલ છે નાળા ની આજુ બાજુ બે તળાવ આવેલ છે અને પશ્ચિમ ભાગ માં પ્રાથમિક શાળા આવેલ છે તેમાં આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો ચોમાસા ના વરસાદ ના પાણી નો માર હોવાથી નાળો તૂટી ગયેલ છે તો તંત્ર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળો માલ વાપરી અને વ્યવસ્થિત નાળાનું સમાર કામ કરે એવી ગામ લોકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.