પાંથાવાડા માર્કેટ યાર્ડ નુ બોગસ ભરતી કૌભાંડ બહાર આવ્યું: પાંચ કર્મચારીઓને ગાંધીનગર નિયામકે છૂટા કરતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ૨૦૧૪ અને ૨૦૧૭ માં સત્તાધીશોએ ગેરકાયદે ભરતી કરેલા પાંચ કર્મચારીઓને ગાંધીનગરથી છૂટા કરવાનો ઓર્ડર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.ભરતી દરમ્યાન અનેક નિયમો અને પારદર્શકતા મામલે શંકાસ્પદ જણાતાં તપાસને અંતે ગાંધીનગરથી પાંચ કર્મચારીઓ ને નોકરીમાંથી છૂટા કરવા હુકમ થતાં પાંથાવાડા માર્કેટ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટરોમાં દોડધામ મચી ગઈ છે. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગેરકાયદે નોકરીએ રાખતા અરજદારે ૨૦૧૮ ની સાલમાં ગાંધીનગર નિયામકમાં આ ભરતી ખોટી થઈ હોવાની રજૂઆત કરી હતી, જે ને લઇને નિયામકે આ ૨૦૧૪ માં ભરતી કરાયેલ એક વ્યક્તિ અને ૨૦૧૪ માં પાંચ વ્યક્તિઓની હંગામી ધોરણે નિયમો ને નેવે મૂકી ભરતી કરી દીધી હતી.

જોકે પાથાવાડાના જાગૃત નાગરિકને સમગ્ર ભરતી ખોટી થઈ હોવાની જાણ થતા જ અરજદારે નિયામકમાં રજૂઆત કરી હતી જેને લઈને નિયામકે સમગ્ર મામલાની તપાસ કરતા કર્મચારીઓની ભરતી ખોટી થઈ હોવાનું સામે આવ્યું હતું અને પાંચ વ્યક્તિઓને છૂટા કરવા નો કમ કરી દેતા ભડકંપ મચી જવા પામ્યો છે. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ૨૦૧૪ અને ૧૦૧૭ માં નિયમોને નેવે મૂકીને માર્કેટ યાર્ડમાં નોકરીએ રાખી લાખો રૂપિયા પગાર કર્મચારીઓ ને ચૂકવી દીધો છે,હવે આ ગેરકાયદેસર નોકરીએ રહેલાં વ્યક્તિઓને છૂટા કરવાનો ઓડર કરતા માર્કેટ યાર્ડમાં સોપો પડી ગયો છે. જોકે નવાઈની વાત તો એ છે કે માર્કેટયાર્ડમાં ગેરકાયદે નોકરીએ રાખેલા ઈસમોને માર્કેટ યાર્ડના સત્તાધીશોએ કાયમી કરી દીધા હતા જેમાં દરેકનો એક વર્ષનો પ્રોબેશનલ પીરીયડ બાદ કાયમી કરી ફૂલ પગાર આપવામાં આવી રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.