ડીસાથી રામદેવરા દર્શન કરવા જતાં યુવકને અકસ્માત નડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ધાનેરા હાઇવે પર રામદેવરા દર્શન કરવા જઇ રહેલા બાઈકચાલકને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કારચાલકે અડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતા.ડીસા ધાનેરા રોડ પર આજે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક બાઈક લઈને રામદેવરા દર્શન કરવા માટે જઇ રહ્યો હતો અને ગલાલપુરા પાસે હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવી કારચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠાં થઈ રાહત કામગીરી શરૂ કરી હતી.અકસ્માતની જાણકારી 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઈકચાલક યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોને સાઈડમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.