મોરલ પોલીસિંગનું નવું મોડ્યુલ, વ્હોટ્સએપ ગ્રુપ બનાવીને કરતા હતા બ્લેકમેલ અને અપમાન, પોલીસે ત્રણને ઝડપ્યા

ગુજરાત
ગુજરાત

વડોદરા સાંપ્રદાયિક રીતે ખૂબ જ સંવેદનશીલ છે. ખાસ કરીને તહેવારો દરમિયાન સાંપ્રદાયિક દ્વેષ ન ફેલાય તે માટે પોલીસે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી હતી. આ સમય દરમિયાન, એક વાયરલ વીડિયો દ્વારા, પોલીસને ખબર પડી કે કેટલાક યુવકો સોશિયલ મીડિયા પર જુદા જુદા નામથી ગ્રુપ ચલાવે છે અને જો લઘુમતી કોમની કોઈ છોકરી અન્ય સમુદાયના છોકરા સાથે મળી આવે, તો તેઓ તેને પકડીને માર મારે છે . તેનો વીડિયો બનાવાતો હતો અને બાદમાં તેને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી હતી.

જેમની પૂછપરછ દરમિયાન વધુ 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનો માત્ર વડોદરામાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ આવા ગ્રુપ ચલાવતા હતા. અલગ-અલગ જિલ્લામાંથી કોઈ યુવતી આવે તો તેના પર પણ વોચ રાખવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ છોકરાઓ અમુક ફૂડ સ્ટોલ પર પણ કામ કરતા હતા. આટલું જ નહીં, કેટલાક છોકરાઓ ઓનલાઈન ફૂડ સર્વિસમાં પણ કામ કરતા હતા જે આ ગ્રુપના સભ્ય છે. અને કપલ પર નજર રાખીને તે ગ્રુપમાં વિગતો મુકતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ જૂથે 40થી વધુ યુગલોને નિશાન બનાવ્યા છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમના સમુદાયનો હીરો બનવાનો હતો. અને તેના પાર તેઓ ગર્વ પણ લેતા હતા કે આજે તેણે તેના સમાજની આટલી છોકરીઓને બચાવી છે.

ઘણી વખત આ છોકરાઓ વીડિયો બનાવીને બ્લેક મેઈલ કરતા હતા. કેટલાક કિસ્સામાં તો તેઓએ યુવતીના માતા-પિતા પાસેથી પૈસા પણ લીધા છે. કેટલીક યુવતીઓની સગાઈ પણ તૂટી ગઈ છે અને તેમના જ સમાજના એક પરિવારે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ તેમની સામે ફરિયાદ લેવાની દિશામાં કામ કરી રહી છે. આ મામલે હજુ ઘણા ખુલાસા થવાની શક્યતા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.