પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા પગના ભાગે ફેક્ચર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં મહિલા રાત્રિના સમયે રસ્તા પર ફરતા હતા તે સમયે અચાનક આખલાએ હુમલો કર્યો હતો તેથી મહિલાના પગમાં ફક્ચર થયું હતું. જોકે, મહિલાનો જીવ બચી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડી હતી.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરમાં અનેક વાર રખડતા પશુઓના કારણે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચે છે, કેટલાક લોકોના જીવ પણ ગયા છે પરંતુ પાલિકાનું પેટનું પાણી હલતું ન હોય તેમ હજુ જોવા મળી રહ્યુ છે. આ વચ્ચે ગત રાત્રીના પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં એક મહિલાને આખલાએ અડફેટે લેતા મહિલાના પગના ભાગે ગંભીરઈજાઓ પહોંચી હતી.


પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે મહિલા રસ્તા ઉપર ફરવા નીકળ્યા હતા જોકે, તે સમયે અચાનક આખલાએ મહિલા પર હુમલો કર્યો હતો, જેથી મહિલાના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જોકે, સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પગના ભાગે ઈજાઓના કારણે મહિલાને ફેક્ચર થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.