હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ગરમીનો પારો 37 ડિગ્રી પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ આવશે. જેમાં ગુજરાત રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ભારે વરસાદની શકયતા નહિવત છે. પણ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ભારે વરસાદ આવી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેવાની સંભાવના સાથે 4 દિવસ ગરમીનો પારો 36 થી 37 ડિગ્રી રહેશે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહી. ચોમાસાના લગભગ ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે અને હવે માત્ર એક મહિનો બાકી છે ત્યારે ગુજરાતના 19 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.

જૂનથી શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બર મહિનામાં પૂરું થાય છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆત પણ સુસ્ત રહે તેવી ધારણા છે. ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં 60થી 90 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે અને તેના કારણે વરસાદ પર આધારિત ખેતી કરતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે.

એક તરફ ઉત્તર ભારત અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક પૂરની સ્થિતિ પેદા થઈ રહી છે. જ્યારે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે અને જેથી જૂન મહિનામાં ઓછો વરસાદ પડે છે. પરંતુ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડે છે. આ વર્ષે પણ જુલાઈ મહિનામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો પરંતુ ઑગસ્ટ મહિનામાં વર્ષો બાદ સૌથી ઓછો વરસાદ પડ્યો છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.