અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને કન્યાઓએ રાખડી બાંધી

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ રક્ષાબંધન પર્વ છે. બહેન-ભાઈની કલાઈ પર રાખી બાંધવા માટે અને ભાઈને દીર્ઘાયુ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તે માટે બહેનો વર્ષભર આજના દિવસ એટલે કે રક્ષાબંધનની પ્રતીક્ષા કરતી હોય છે. તો ભાઈ પણ બહેનની રક્ષા અને બહેનની મંગળ કામના માટે પ્રણ લે છે. ભાઈ અને બહેનના પ્રેમનો આ પર્વ રક્ષાબંધન પર્વ દેશભરમાં ખૂબ જ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી સમગ્ર દેશ વિદેશમાં ધૂમધામથી મનાવવામાં આવી રહી છે.


આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે અંબાજી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે આદિવાસી કન્યાઓ દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને આદિવાસી કન્યાઓએ રાખી બાંધવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારે પોલીસ જવાનોને તિલક કરી આદિવાસી કન્યાઓએ રાખી બાંધી હતી. તો પોલીસ જવાનો પણ કન્યાઓને રક્ષાનો વચન આપી રક્ષાબંધનનો પણ ફરજ નિભાવયો હતો. આજે અંબાજી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં આદિવાસી કન્યાઓ રાખી લઈને પોલીસ જવાનોને રાખી બાંધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.