પાલનપુર-આબુ હાઇવે પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ ગંગાસાગરના પાટીયા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ખાનગી બસને ગંગાસાગર પાટીયા નજીક પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતા બસમાં સવાર કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો યથાવત જોવા મળી રહ્યો છે, અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પાલનપુર આબુ નેશનલ હાઇવે ઉપર અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીક એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી રાજસ્થાન તરફ જે રહેલી બસને પાછળથી ઠક્કર મારી હતી.

ટ્રકે પાછળથી ટક્કર મારતા જ બસના ડ્રાઇવર સાઈડનો ભાગ આખો પતરા સાથે બહાર નીકળી ગયો હતો. અકસ્માત સર્જતાં જ બસમાં સવાર લોકોની ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. સદનસીબે બસમાં સવાર લોકોને સામાન્ય પહોંચી હતી અને મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.બનાસકાંઠા પોલીસ અને એલ એન્ડ ટી વિભાગ તેમજ આરટીઓ વિભાગ દ્વારા આબુ-પાલનપુર હાઇવે પર થતા અકસ્માતો અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં જ્યાં ગામનો પ્રવેશ આવે ત્યાં ત્યાં બેરીકેટેડ મૂકી વાહનોની ગતિ ધીમી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગતિમર્યાદાનું ધ્યાન રાખ્યા વગર કેટલાક વાહન ચાલકો વાહન હંકારવાના કારણે અકસ્માત સર્જતા હોય છે અને તેમની ભૂલોના કારણે કેટલાક લોકોના જીવ પણ ગુમાવવાનું વારો આવતો હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.