ડીસામાં ટ્રાફિક પોલીસે કારના કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી દંડ વસૂલ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ગુજરાતમાં ગાડીઓ ઉપર લાગેલા કાળા કાચ સામેની ઝુંબેશને પગલે ડીસામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાળા કાચ વાળી ગાડી ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં 5 દિવસમાં પોલીસે 150 થી વધુ ગાડીઓના કાળા કાચ ઉતારી તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે


બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી ડીસા શહેર ટ્રાફિક પી.એસ.આઇ આર વી ડાભી, દિલીપભાઈ પ્રજાપતિ સહિત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં બગીચા સર્કલ, જલારામ મંદિર સર્કલ, ગાયત્રી મંદિર સર્કલ, દીપક ચાર રસ્તા અને માર્કેટયાર્ડ સર્કલ પર ટ્રાફિક પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી ફોરવીલ ગાડીઓ ઉપર લાગેલી બ્લેક ફિલ્મ પટ્ટી ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ ઉતારવાની સાથે તેના ચાલક પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસમાં 150 થી વધુ ફોરવિલ ગાડી ઉપરથી બ્લેક ફિલ્મ પટ્ટી ઉતારવામાં આવી છે અને ચાલકો પાસેથી રૂપિયા 30 હજારથી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી તમામ ગાડીઓના કાળા કાચ પરથી બ્લેક ફિલમ ઉતરી ન જાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.