પાલનપુરના વિદ્યામંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે પાલનપુરની વિદ્યામંદિર સ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીની બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી.સમગ્ર દેશમાં ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમા પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની આવતીકાલે ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં બહેન ભાઈની રક્ષા માટે ભાઈના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટેની પ્રાર્થના કરતી હોય છે.

ત્યારે આજે પાલનપુર ખાતે આવેલ વિદ્યામંદિર સ્કુલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને હાથે બહેનોએ રાખડી બાંધી મો મીઠું કરાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ પણ સામાજિક તાંતણે બંધાઈ રહે તે માટે શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.