પાલનપુરમાં સ્વસ્તિક મહિલા કોલેજમાં ‘રાખી મેકિંગ’ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રક્ષાબંધન એ ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે. બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે.સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેવા શુભ આશયથી રાખી મેકિંગ કાર્યક્રમ યોજાયો.


જેમાં સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા ઘરેથી રાખડી બનાવવાની ચીજવસ્તુ લાવીને પોતાના વિચારોથી જુદા જુદા ડિઝાઇન વાળી રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી અને દીકરીઓ દ્વારા આવી રાખડી બનાવીને સ્વસ્તિક બાલમંદિરના નાના નાના ભૂલકાઓને તિલક કરી રાખડી બાંધી અને મો મીઠું કરવામાં આવ્યું હતું.દીકરીઓએ તેમના હાથથી બનાવેલ રાખડી નાના ભૂલકાઓને બાંધીને રક્ષાબંધન ભાઈ બહેન નો એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે તેવું આજે સ્વસ્તિક મહિલા કોલેજમાં આ પરંપરા સાર્થક બનાવી હતી. રાખડી બનાવવાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પરમાર કૃપા, દ્વિતીય ક્રમાંકે બારોટ ક્રિષ્ના તથા તૃતીય ક્રમાંકે પટેલ સૃષ્ટિ રહ્યા હતા.આ કાર્યક્રમમાં સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર તેમજ તમામ અધ્યાપિકાબેન ઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સમગ્ર સ્વસ્તિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરો પાડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.