પાલનપુર આરટીઓમાં એસટીમાં કંડકટરની ભરતી થતા કંડકટરના લાયસન્સ માટે ધસારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત એસ.ટી માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી માં કંડકટર ની ભરતી ની જાહેરાત પડતા પાલનપુર આરટીઓ કચેરી ખાતે કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે અરજદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.જેને લઇ આરટીઓ કચેરી દ્વારા અરજદારોને તકલીફ ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરી પાંચ જેટલા કાઉન્ટરો ઊભા કરી અરજદારોના કંડક્ટર લાઇસન્સ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી બસમાં કંડકટર તરીકેની ફરજ માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત એપોઇટમેન્ટ સિસ્ટમ ન હોવાથી એક સાથે મોટા પ્રમાણમાં અરજદારો ફોર્મની પ્રક્રિયા માં જોડાઈ રહ્યા છે.જેના ભાગરૂપે કંડકટર બેજ લાયસન્સ કઢાવવા માટે પાલનપુર આરટીઓ કચેરીમાં અરજદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને દિવસના 350 થી 400 જેટલા અરજદારો એક સાથે લાયસન્સ કઢાવવા માટે આવી રહ્યા છે.જેથી કચેરીમાં ભારે ઘસારાને ધ્યાને લઈ બનાસકાંઠા આરટીઓ અધિકારી જે.કે.પટેલની સુચનાથી અરજદારોને તકલીફ ન પડે અને ઝડપથી કામ થઇ શકે તે માટે કચેરીમાં જુદી જુદી પાંચ જગ્યાએ કાઉન્ટરો ઊભા કરી પાંચ આરટીઓ અધિકારીઓને કામગીરી માટે બેસાડી ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.જ્યારે આ બાબતે અરજદારોએ જણાવ્યું હતું કે આરટીઓમાં લાયસન્સ કઢાવવા માટે આવ્યા છીએ અરજદારોનો ભારે ઘસારો હોવાથી જુદા જુદા પાંચ કાઉન્ટરમાં કામગીરી કરી ઝડપથી કામગીરી થાય તે પ્રકારે ની વ્યવસ્થા ઉભી કરાઇ છે તેમજ અરજદારોને પીવાના પાણી સહિતની કોઈ તકલીફ ન પડે તે માટેની પણ આરટીઓ ભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.