સાળંગપુર ધામ હનુમાનજીના રથનું પાટણ શહેરમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયુ

પાટણ
પાટણ

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ શ્રી શત્તામૃત મહોત્સવ પ્રસંગે નીકળેલ દાદાના રથનું પાટણ શહેરમાં ભક્તજનોએ ઉમળકા ભેદ ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.વિશ્વવિખ્યાત સાળંગપુર ગામમાં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા આગામી 16થી 22 નવેમ્બર સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ ઉત્સવ પહેલા હનુમાન દાદાના આશીર્વાદ લોકોને ઘરે બેઠા મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિરથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું પાટણ શહેર અને તાલુકામાં મંગળવારે સવારે સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંગળવારે વહેલી સવારે રથ પાટણ માં આવી પહોંચ્યો હતો. જ્યાં પાટણ રોટલિયા હનુમાનદાદા મંદિર – નવા ગંજ બજાર – લીલીવાડી ચોકડી – પદમનાથ ચોકડી – યશધામ રોડ – રેડક્રોસ ભવન – કેનાલ રોડની તમામ સોસાયટી – ટેલિફોન એક્સચેન્જ રોડ – જલારામ મંદિર – બળિયા હનુમાન મંદિર – જનતા હોસ્પિટલ – રેલ્વે સ્ટેશન – બાલા હનુમાન મંદિર – બગવાડા દરવાજા – પંચમુખી હનુમાન મંદિર – ચતુર્ભુજ બાગ – ત્રણ દરવાજા – રંગીલા હનુમાન મંદિર – કાલિકા માતાનું મંદિર – પારેવા સર્કલ ફરી સાંજે બનાસકાંઠા તરફ પ્રસ્થાન થશે.


શહેર ના બગવાડા દરવાજા પાસે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ભક્તોએ તેમજ વિવિધ વિસ્તારની મહોલ્લા,પોળ, સોસાયટીઓના રહીશો તેમજ ભાવિક ભક્તોએ દાદાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આરતી ઉતારી પ્રસાદ વેચવામાં આવ્યો હતો.રોટલીયા હનુમાન મંદિર પરિસર ખાતે થી મહાઆરતી સાથે સવારે પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારો માથી નિકળી પદ્મનાભ ચાર રસ્તા નજીક કેકારવ સ્કૂલ પાસે આવી પહોચતા પાટણ પ્રજાપતિ સમાજ પાટણ, સ્વામી પરિવાર પાટણ, સુંદર કાડ સમિતિ અને કેકારવ શાળાપરિવાર સહિત પ્રજાપતિ- સ્વામી પરિવારના આગેવાનો દ્રારા સામૈયું કરી શ્રી કષ્ટભંજન દાદાની આરતી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.શ્રી કષ્ટંજનદેવ હનુમાન મંદિર શતામૃત મહોત્સવ ના આમંત્રણ માટે નિકળેલ યાત્રા શહેરના પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે પહોંચતા મંદિર ટ્રસ્ટ દવરા ભવ્ય સામૈયું કરાયું હતું.ભોજન પ્રસાદ ગ્રહણ કરી યાત્રાએ પાટણ શહેર માથી અન્ય શહેર માટે પ્રસ્થાન કયુઁ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.