ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા, લોકો ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા, રિએક્ટર સ્કેલ પર નોધાઇ 7.0ની તીવ્રતા
મંગળવારે વહેલી સવારે ઇન્ડોનેશિયામાં 7.0-તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો રહેણાંક મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. રોયટર્સ અનુસાર, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટર (EMSC)એ આ માહિતી આપી છે.
ઇએમએસસીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 203 કિમી (126 માઇલ) ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 516 કિમીની ઊંડાઇએ હતું. ત્યારે, ઇન્ડોનેશિયન અને અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીઓએ ભૂકંપની તીવ્રતા 7.1નો અંદાજ લગાવ્યો છે અને સુનામીનો કોઈ ખતરો વ્યક્ત કર્યો નથી.
ઇન્ડોનેશિયન જીઓલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર, બાલી અને લોમ્બોકના દરિયાકાંઠે સવારે 4 વાગ્યા (2000 GMT) પહેલા ભૂકંપ અનુભવાયો હતો અને ત્યારબાદ 6.1 અને 6.5ની તીવ્રતાના બે આફ્ટરશોક આવ્યા હતા.
ઇન્ડોનેશિયન ડિઝાસ્ટર એજન્સી BNPBએ જણાવ્યું હતું કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. BNPBના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે, “ભૂકંપ ઊંડો છે તેથી તે આપત્તિજનક ન હોવો જોઈએ.”
Tags Rakhewal ઇન્ડોનેશિયા ભારત ભૂકંપ