બનાસકાંઠા જીલ્લાના રસ્તાઓ પણ પદયાત્રીકો વિના સુમસામ બન્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : અરવલ્લીની ગીરીકંદરાઓમાં બિરાજમાનમાં જગત જનનીના ધામમાં ભાદરવા પૂનમના લોકમેળામાં લાખો માઇભક્તો પદયાત્રા કરી માતાજીના દર્શનનો લાહવો લેતા હતા પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઇ ભાદરવી પૂનમના મેળા પર રોક લગાવી દેવામાં આવી છે અને મંદિર અને ગબ્બરના દર્શન પણ ૧૨ દિવસ સુધી બંધ રાખવાનું જાહેરનામું પણ કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવા મહિનામાં અંબાજી ધામમાં લાખો માઇભક્તો અલગ અલગ વિસ્તારોમાંથી પદયાત્રા કરી અંબાજી ધામમાં પહોચતા હોય છે. જેથી અરવલ્લીની ગીરીકંદરાઓમાં માનવ મહેરામણનુ કીડીયારુ ઉભરાઈ જતું હતું ઠેરઠેર પદયાત્રિકો માટે ના વિસામા કેમ્પો પણ ધમધમી ઉઠતા અંબાજી તરફ જતા તમામ રસ્તાઓમાં ભરચક ભીડ જોવા મળતી હતી પરંતુ આ વર્ષે આ કોરોનાની મહામારીને લઇ રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે અંબાજી ભાદરવી પૂનમનો મેળો બંધ રહેતા મંદિર પ્રશાસન દ્વારા માઈ ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન થાય તે માટે ઓનલાઇન દર્શન ની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન લાખો માઇભક્તો ઓનલાઇન દર્શન કરી રહ્યા છે
આ વર્ષે ખૂબ સારા વરસાદને લઇ અરવલ્લીની ગીરીકંદરાઓમાં પણ ચોમેરથી ખીલી ઉઠી છે પરંતુ પદયાત્રિકોના બોલ મારી અંબે જય જય અંબેના નાદ વિના રસ્તાઓ પણ ખાલી ખાલી ભાસી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.