સાબરકાંઠાના પ્રથમ કોરોના વોરીયર કલેકટર કોરોનાથી સંક્રમિત : હોમ કવોરેન્ટાઇન કરાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના પ્રથમ કોરોના વોરીયર કલેકટર સી.જે.પટેલનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતાં કચેરીમાં મુલાકાતીઓ ઉપર રોક લગાવવામાં આવી છે અને તેઓને તેમના નિવાસ સ્થાને હોમકવોરેન્ટાઇન કરાયા છે.જિલ્લાનો એક પણ કન્ટેઇનમેન્ટ વિસ્તાર નહિં હોય કે જેની મુલાકાત તેઓએ લીધી ન હોય એવા કોરોના વોરીયર કલેકટરે જિલ્લામાં શરૂઆતથી જ કોરોનાનું સંક્રમણ અટકાવવા નિયમીતપણે કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ તકેદારીના પગલાં લઇ જિલ્લાને કોરોનામુકત બનાવવા અસરકારક કામગીરી કરી રહ્યા હતા. શુક્રવારે પણ ખેડૂત સહાય ચુકવણીના જાહેર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.