પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પડતું મૂકીને યુવકે આપઘાત કર્યો

પાટણ
પાટણ

પાટણ શહેરના સુભાષચોક નજીક આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને શહેરના ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલા સ્ટર્લીંગ પાર્ક નજીકના કોમ્પ્લેક્સમાં દરજી કામની દુકાન ધરાવતા લવ રાકેશભાઈ દરજી શનિવારની બપોરે પોતાના ઘરેથી જમીને એક્ટિવા લઈ દુકાને જવા નીકળ્યો હતો, જે બાદ સિદ્ધિ સરોવરમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનામાં મૃતક લવના પિતા રાકેશભાઇએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પોતાના પુત્રે બાજુના મહોલ્લામાં રહેતા વિપુલ સાધુ ઉર્ફે બકાના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે. મરતાં પહેલાં બનાવેલો વીડિયો પણ મૃતકના પિતાએ પોલીસને આપ્યો છે. જેમાં મૃતક કહી રહ્યો છે કે, ‘હું અહીં સરોવર આવ્યો છું અને બહું જ કંટાળી ગયો છું, એક યુવતીનું નામ લઇને યુવક કહે છે કે તેનો ભાઇ બકો મને બહું ત્રાસ આપે છે, બીજું મને કંઇ મનદુખ નથી..’ આ ઉપરાંત રાકેશભાઇએ ફરિયાદમાં લખાવ્યું છે કે, બકો મારી દીકરીને પણ ધમકી આપતો હતો અને કહેતો હતો કે, તારા ભાઇને સમજાવી દેજે પાટણ છોડી દે નહીં તો જાનથી મારી નાખીશ.. આમ મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પાટણ શહેરમાં સિદ્ધિ સરોવરમાં શનિવારે એક યુવકે પડતું મૂક્યુ હતું. યુવકને દૂરથી ડૂબતો જોઈ સ્થાનિક બચાવવા માટે દોડ લગાવી હતી. તેમજ એક યુવકે અંદર છલાંગ લગાવી બચાવવા માટે પાણીમાં યુવકની શોધખોળ કરી હતી, પરતુ હાથ ના લાગતાં અંતે પાલિકાના ફાયર ફાઇટર ટીમને જાણ કરી હતી. ટીમે ઘટના સ્થળે દોડી આવી શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બીજા દિવસે સવારે 10 વાગ્યા આસપાસ યુવકની લાશ સરોવરમાંથી મળી આવી હતી.યુવકને બચાવવા માટે સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. જેથી તેને બચાવવા માટે કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલ દ્વારા તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને અને પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયર ફાઇટર ફાયર અધિકારી સ્નેહલ મોદી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.બોટ અને તરવૈયાની ટીમ દ્વારા સરોવરમાં શોધખોળ હાથ કરી હતી, પરંતુ મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે રવિવારે સવારે ફરી શોધખોળ કરતા યુવકની લાશ મળી આવી હતી. જેથી પોલીસે લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.