પાટણમાં હિન્દુ-મુસ્લિમ ધર્મના સંતોએ અનોખું ઉદારણ પૂરું પડ્યું

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં વારાહી ખાતે મુસ્લિમ જત સમાજનો સુખદ સમાધાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં છેલ્લા 50 વર્ષ થી ચાલતી હતી સામે સામે દુશ્મની એ પણ કોઈ આમ દુશ્મની નહિ પણ સામે સામે બે હત્યાઓ પણ થયેલ જો કે આજે આ બન્ને પરિવારોના સમાધાન હિંદુ સમાજના 1008 મહામંડલેશ્વર બળદેવદાસ બાપુ દેવ દરબારના અને મુસ્લિમ સમાજના ગુરુ સૈયદ અબુબકર સીબલીમિયા બંને ગુરુઓના અધ્યક્ષ સ્થાને બંને પરિવારોનું સમાધાન કરાવ્યું હતું.ત્યારે બંને પરિવારો એક બીજા ને ગળે મળી ઢુંસ્કે ઢુંસ્કે રડી પડ્યા હતા.પાટણના વારાહીની કે જ્યાં 50 વર્ષ થી જમીન વિવાદમાં ભોજાણી પરિવાર અને જીવરાણી વચ્ચે તકરાર હતી બંને પક્ષે વેર એટલું હતું કે બન્ને પક્ષે સામે સામે બે હત્યાઓ પણ થયેલ જો કે આ હત્યાના સિલસિલા વચ્ચે સ્થાનિકો મુસ્લિમ સમાજના લોકોએ આ વેર ભૂલી સમાધાન કરવા અનેક પ્રયાસ કર્યા પણ છેલ્લા 50 વર્ષ થી સમાધાન થયું નહિ ત્યારે આ બન્ને પરિવારનું સમાધાન કરાવવા સંતો મેદાને આવ્યા અને મુસ્લિમ અને હિન્દૂ સંતોએ એક થઇ આ બન્ને પરિવારના આગેવાનો ને સમજાવ્યા જેના કારણે વારાહી માં આ સમાધાન થયું હતું.


વારાહી તાલુકા ના ગોતરકા ખાતે આ કાર્યકમ યોજાયો હતો જેમાં સિફી સંતો ની સાથે સાથે ગુજરાત ના વિવિધ જીલ્લામાં થી મોટી સંખ્યમાં અલગ અલગ સ્ટેટ ના દરબારો રાજકીય આગેવાનો અને સામજિક આગેવાનો આવ્યા હતા જો કે વારાહી ખાતે વર્ષોથી ચાલી આવતી આ દુશમનીનો અહીં અંત આવતા સ્થાનીકોમાં ખુસી જોવા મળી હતી.મૂડીના પરમાર દરબારો, કચ્છ,કાઠીયાવાડ સુરેન્દ્રનગર, બોટાદ,સહીત જિલ્લાઓ માંથી જત સમાજ સહિત અન્ય સમાજના લોકો આપી હાજરી આપી હતી.જો કે આ કાર્યકમમાં પોલીસ કાફલા ની સાથે સાથે 10 હજાર કરતા વધુ લોકો જોડાયા હતા. વારાહી ખાતે યોજાયેલ સમાધાન કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્ત દાતાઓ એ 155 બોટલોનો રક્ત દાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.