ચાંદીનાં ભાવમાં થયો ધરખમ વધારો, જુઓ આજનો લેટેસ્ટ ભાવ
ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. IBJA પાસેથી મળેલી માહિતી અનુસાર આ સપ્તાહે સોનાની કિંમતમાં 325 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 3,248 નો વધારો થયો છે. સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો છે.
IBJA પાસેથી મળેલી માહિતી અનુસાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની કિંમત 58,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થઈ ગઈ હતી. આ સિવાય ચાંદીની કિંમત 73,695 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થઈ ગઈ છે.
આ સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારે સોનાની કિંમત 58,345 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતી. મંગળવારે સોનાનો ભાવ રૂ. 58,548 હતો, બુધવારે રૂ. 58,605 હતો, ગુરુવારે રૂ. 58,787 પ્રતિ 10 ગ્રામ હતો અને શુક્રવારે રૂ. 58,670 પ્રતિ 10 ગ્રામ હતો.
મળતી માહિતી મુજબ સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં સોનાની કિંમત 1914.60 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જોવા મળી રહી છે. આ સિવાય ચાંદી પણ 24.14 ડોલર પ્રતિ ઔંસની આસપાસ કારોબાર કરી રહી છે.
‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ ટી. કિયોસાકીએ સોના અને ચાંદીના ભાવ વિશે ઘણી માહિતી આપી છે. તેમણે આ સમયે રોકાણ માટે ચાંદીને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો છે. કિયોસાકીએ પણ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે ચાંદી હજુ પણ તેના રેકોર્ડ સ્તરથી 50 ટકા નીચે છે. ચાંદી 3 થી 5 વર્ષ સુધી 20 ડૉલર પર રહેશે અને આવનારા સમયમાં તે 100 ડૉલરથી વધીને 500 ડૉલર થઈ જશે.