ભર ચોમાસે પાણીની નહિવત આવકથી બનાસકાંઠાનો સીપુ ડેમ ખાલીખમ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. જેના કારણે દાંતીવાડા ડેમમાં આવક ચાલુ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પણ મેધરાજાએ વિરામ લેતા હાલમાં દાંતીવાડા ડેમ મહંદઅંશે પીવાલાયક પાણી આવતા હાલમાં જળસંકટ દૂર થયું છે.
દાંતીવાડા ડેમ અને સિપુ ડેમ નહિવત આવકથી ખરીફ, ઉનાળુ સિઝનમાં બનાસકાંઠ અને પાટણ જિલ્લાના સિંચાઈ આધારિત ખેડૂતો માટે પાણીની તંગી સર્જાશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી મન મુકીને વરસી રહ્યો છે. જ્યારે અમીરગઢ અંબાજી માઉન્ટ આબુ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં ૫૬૭.૯૦ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી પરંતુ મેધરાજાએ વિરામ લેતા હાલમાં દાંતીવાડા ડેમ પીવા લાયક પુરતી જ પાણી આવતા તેમજ સિપુ ડેમ

૯૪.૩૬% જેટલો ખાલી રહેતાઆગામી દિવસોમાં દાંતીવાડા ડેમ અને સિપુ ડેમ દ્વારા સિંચાઈ આધારિત ખેડૂતો માટે ખરીફ તેમજ ઉનાળુ સીઝનમાં ખેતી માટે પાણીની ભારે તંગી સર્જાશે તેવી એંધાણ સેવાઈ રહ્યા છે. ૨૦૧૭માં ભારે વરસાદને કારણે બન્ને ડેમમાં પાણીની આવક થઇ હતી ત્યારબાદ ત્રણ વર્ષમાં નહિવત વરસાદ થવાથી કયારેય ડેમ ઓવરફ્લો થયો નથી દાંતીવાડા ડેમ સિપુ ડેમ દ્વારા સિંચાઈ સહિત ધાનેરા, દાતીવાડા, ડીસા, પાલનપુરના ગામડાંઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દરમિયાન ભરચોમાસાની સિઝનમાં પણ પાણીની આવક ન થતા આગામી સમયમાં પાણીની ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના છે. દાંતીવાડા ડેમ સીપુ ડેમ પર ખાસ કરીને ખેતી ઉપર ર્નિભર ખેડૂતોને આગામી સમયમાં ખરીફ, ઉનાળું સિઝનમાં પાણી ના મળવાની ભીંતી સેવાઈ રહી છે બન્ને ડેમના આજુબાજુ વિસ્તારોના કુવાઓ બોરના તળ ઉંડા જઈ રહ્યા છે. જેને લીધે આ વિસ્તારના ખેડૂતોને પાણીની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.