પાટણમાં નાયબ મામલતદાર પાંચ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયો
પાટણનો નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયો છે. જમીનને બીનખેતી કરવા માટે થઈને અરજી કરી હતી. જેની પર કાર્યવાહી કરીને જમીન એનએ કરી આપવા માટે પાંચ લાખ રુપિયાની રકમની માંગણી નાયબ મામલતદારે કરી હતી. એસીબીએ નાયબ મામલતદાર અલ્પેશ ખેરને રંગેહાથ ઝડપી લઈને કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ જમીન ખરીદ્યા બાદ ફરિયાદીએ એનએ કરવા માટેની કાર્યવાહી કરી હતી. પરંતુ તેમનુ કાર્ય જાણે કે લાંચ વિના આગળ વધે જ નહીં એવી સ્થિતિ સર્જાઈ હોય એમ નાયબ મામલતદાર અલ્પેશ ખેરે પાંચ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું. માંગણી કરેલી રકમ પહોંચાડવા માટે સ્થળ અને સમય આપ્યો હતો. છટકાના આયોજન સાથે જ દર્શાવેલ સ્થળ પર મામલતદાર પહોંચ્યો હતો. જ્યાં એલીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.