બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોળ નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસુ વધુ એક ચિંતા ખેંચી લાવ્યું છે… ભર ચોમાસે જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે… છેલ્લા એક મહિનાથી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પોતાના ખેતરમા ઉભેલા મગફળીના પાકને લઇ ચિંતતુર બન્યા છે ,વરસાદ ખેંચાતા ખેડૂતોના મગફળીના પાકમાં ડોળ પડી જતા તેમાં ઉધઈ અને ઈયળો થઈ જતા મગફળીનો પાક નષ્ટ થઈ રહ્યો છે જો થોડા દીવસ વરસાદ ખેંચાશે તો ખેડૂતોનો મગફળી સાહિતનો મહામુલો પાક નિષ્ફળ જશે જેથી હવે ખેડૂતો ભગવાન પાસે વરસાદની માંગ કરતા જોવા મળી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક નુકસાનીનો ભોગ બનતા આવ્યા છે થોડા દિવસો પહેલા બીપરજોય અને હવે તે બાદ ભર ચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વર્ષા હતા અને સારો એવો વરસાદ જોતા ખેડૂતોને ચોમાસુ સારું જશે તેવી આશા બંધાઈ અને ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં મગફળી, કપાસ ,બાજરી,મકાઈ,દિવેલા સહિતના અનેક પાકોનું વાવેતર કરી દીધું..જિલ્લામાં ચોમાસુ સીઝનનું 6,05,817 હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં જિલ્લામાં 1.73 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું જેમાં ખેડૂતોએ મોંઘભાવના બિયારણ અને ખાતર લાવીને સારા ઉત્પાદનની આશાએ મોટાપ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું,જોકે વરસાદ ખેંચાતા ખેડૂતોના મગફળીના પાકમાં ડોળ પડી જતા તેમાં ઈયળો અને ઉધઈ આવી જતા મોટાભાગના ખેડૂતોનો મગફળીનો પાક નષ્ટ થઈ રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે ,મગફળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે જો થોડા દિવસોમાં વરસાદ નહિ પડે તો તેમનો તમામ પાક નિષ્ફળ જશે અને તેવો દેવાદાર થઈ જશે જેથી તેવો બીજી સીઝનમાં પણ અન્ય પાકોનું વાવેતર નહિ કરી શકે..જોકે ભર ચોમાસું ચાલી રહ્યું હોવા છતાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક બાજુ જિલ્લામાં પાણીના તળ ઊંડા છે તો બીજી બાજુ વરસાદ ખેંચાયો છે જો હવે 10-15 દિવસ વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ તેમને સેવાઇ રહી છે.બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની અછત ભોગવતો આવતો જિલ્લો છે આ જિલ્લામાં ભૂગર્ભજળ ઉંડા જતા ખેડૂતો ઉનાળુ અને શિયાળો ખેતીમાં તો મુશ્કેલી ભોગવી જ રહ્યા છે પરંતુ ચોમાસુ ખેતીમાં પણ વરસાદ ખેચાતા ખેડૂતોનો પાક બગડી રહ્યો છે હવે જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોનો ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે ત્યારે અત્યારે તો હવે જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે જિલ્લામાં વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ જો વરસાદ નહીં થાય તો ચોમાસુ પાક ની સાથે ખેડૂતો ઉનાળો સિઝન પણ નહીં લઈ શકે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.આ અંગે ખેડૂત આગેવાન કનવરજી વાધણીયા એ જણાવ્યું હતું કે, શરૂઆતમાં વરસાદ સારો સારો પડ્યો અને સારું વાવેતર કર્યું જોકે હવે વરસાદ ખેંચાયો છે જેથી મગફળીના પાકમાં ડોળ આવી ગયો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.