વિરાટ કોહલીને મળ્યો ગૌતમ ગંભીરનો સાથ, બની ગયો Asia cup માં ‘નંબર વન’!
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કેવાં સબંધો છે, તે જગજાહેર છે. IPL 2023 માં મેદાન પર બંનેની સાથે જે થયું, તે શરમજનક ઘટનાં હતી. ભલે જ બંને એ સમયે એક બીજાની વિરુદ્ધ હતાં, પરંતુ ક્યારેક બંનેએ મળીને ટીમ ઇન્ડિયાને મોટી જીત અપાવી છે. એટલું જ નહીં ગંભીરની સાથે મળીને કોહલીએ એશિયા કપમાં એવો શાનદાર પ્રદર્શન બતાવ્યું કે તે નંબર વન બની ગયો. કોહલી દુનિયાનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. તેનાં નામે કેટલાય રેકોર્ડ છે, પરંતુ કોહલીના નામે એશિયા કપનો એવો પણ રેકોર્ડ છે, જેનાં સૂધી હજું કોઈ પહોંચી શક્યું નથી અને વર્ષોથી તે રેકોર્ડ તેની પાસે છે.
કોહલીએ એશિયા કપમાં 2 ડબલ સદીની ભાગીદારી કરી હતી અને તે આ ટુર્નામેન્ટમાં 2 ડબલ સદીની ભાગીદારીનો ભાગ બનનાર એકમાત્ર ખેલાડી છે. તેણે ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણે સાથે ભાગીદારી કરી હતી. બંનેની ભાગીદારી તેના માટે ઘણી મહત્વની છે, પરંતુ તેનો રેકોર્ડ ગંભીરનો સપોર્ટ મળ્યા બાદ જ શરૂ થયો હતો. પહેલા ગંભીર સાથે અને પછી રહાણે સાથે 2 વર્ષ બાદ કોહલીએ ડબલ સદીની ભાગીદારીની સિદ્ધિનું પુનરાવર્તન કર્યું.
2012માં શ્રીલંકા સામે કોહલીએ બેટ્સમેન ગંભીર સાથે 205 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ ઇતિહાસ રચવાની આ શરૂઆત હતી. તે મેચમાં કોહલીએ 120 બોલમાં 108 રન બનાવ્યા હતા. જ્યારે ગંભીરે 118 બોલમાં 100 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચ 50 રને જીતી લીધી હતી. કોહલી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ પછી તેણે 2014 એશિયા કપમાં બાંગ્લાદેશ સામે 213 રનની ભાગીદારી નોંધાવી હતી.
કોહલીએ 2014માં રમાયેલી મેચમાં 122 બોલમાં 136 રન બનાવ્યા હતા. જ્યારે રહાણેએ 83 બોલમાં 73 રન બનાવ્યા હતા. એશિયા કપમાં કોહલીની આ બીજી ડબલ સદીની ભાગીદારી હતી અને તે આવું કરનાર એકમાત્ર બેટ્સમેન બન્યો હતો. કોહલી તેની બીજી ડબલ સદીની ભાગીદારી મેચમાં પણ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું આ એડિશનમાં અન્ય કોઈ બેટ્સમેન તેના રેકોર્ડની નજીક આવે છે કે પછી કોહલી તેના નંબર વન તાજમાં બીજું રત્ન મેળવે છે.