પાલનપુરના બસુ પ્રાથમિક શાળાની શિક્ષિકા પત્ની પર પતિએ કર્યો હુમલો
પાલનપુરમાં રહેતી અને બસુ ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા પર તેના શિક્ષક પતિએ હુમલો કરી માર માર્યો હતો. જે શિક્ષિકાને 108 મારફતે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પાલનપુરમાં રહેતી હેતલબેન પરમાર નામની યુવતી વડગામ તાલુકા ના બસુ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જે આજે શાળામાં જવા માટે સાથી શિક્ષકની ગાડીની રાહ જોઈને ઉભી હતી. જ્યાં આ શિક્ષિકા નો શિક્ષક પતિ આવી ચડ્યો હતો.
જેણે શિક્ષિકા સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. શિક્ષિકા ગાડીમાં બેસી રવાના થતા શિક્ષિકાના પતિ જીતેન્દ્ર ભાટિયાએ ગાડી રોકાવી શિક્ષિકાને માર મારતા તે બેહોશ થઈ ગઈ હતી. જેને સારવાર અર્થે 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી તેવું ઇજાગ્રસ્ત શિક્ષિકાના પિતા નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું.આ શિક્ષક દંપતી વચ્ચે છૂટાછેડાને લઈને વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે છૂટાછેડા આપવા દબાણ કરતા શિક્ષક પતિ દ્વારા શિક્ષિકા પત્ની પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.