કડી શહેરમાં મચ્છરોના પોરા મળી આવતા દંડ ફટકાર્યો

મહેસાણા
મહેસાણા

કડી શહેર અને તાલુકાની અંદર પ્રાઇવેટ હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગોના દર્દીઓ તેમજ તાવ-તળિયા જેવા રોગોના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે, કડી આરોગ્યતંત્ર દ્વારા વિવિધ જગ્યા ઉપર અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને નવીન બનતી મકાનોની સાઈટ ઉપર પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યાં તપાસ કરીને 7 સ્થળો ઉપર મચ્છરના પુરા મળી આવતા આરોગ્ય વિભાગ કડી દ્વારા રૂપિયા 11,100નું દંડ ફડકારી કાર્યવાહી કરી હતી.ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વકરતો જોવા મળતો હોય છે અને અનેક પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓમાં વધારો થતો હોય છે. છેલ્લા એક બે મહિનાથી આરોગ્યતંત્ર દ્વારા શાળા, કોલેજો, હોસ્પિટલો રહેણાક વિસ્તાર, નવીન બનતી મકાનોની સાઈડો ઉપર આરોગ્યતંત્રની અલગ અલગ ટીમો બનાવીને મચ્છરોના પોરા મળી આવતા દંડ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાઈ જવાની સમસ્યા અને મચ્છરના પોરા મળી આવતા આરોગ્યતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. નોટીશો ફટકારી ચેતવણી આપવામાં આવી છે તેમજ દંડ વસૂલવામાં આવ્યો છે.


કડી આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મહેશ ઓઇલ મીલ ₹5000ગુજરાત અંબુજા એક્સપોર્ટ રૂપિયા 3000, કેરેલા ટાયર 500, ત્રિભુવન ઇન્ડસ્ટ્રીઝ 1000, કે.એન બંગ્લોઝ 500, શીવ રેસીડેન્સી 1000 અને ગોવિંદા ઇન્ટ્રા રૂ.100 જેવા એકમોમાં મચ્છરોના પોરા મળી આવતા આરોગ્યતંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.7 સ્થળ ઉપર મચ્છરોના બ્રીડિંગ અને પુરા મળી આવતા કુલ 1100નો દંડ ફટકાર્યો હતો. તેમજ ખાવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભાવિન પરમારે ઔદ્યોગિક એકમોમાં ચકાસણી કરતા કલ્યાણપુરા રોડ ઉપર આવેલા હાલફેક્ષ પોલીલિમિટેડ નામની કંપનીમાં મચ્છરના પોરા મળી આવતા આરોગ્યતંત્ર દ્વારા નોટિસ ફટકારી 7 દિવસની અંદર સાફ-સફાઈ કરવા ચેતવણી આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.