બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માંગ ફગાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

પૂર્વ આઇ.પી.એસ સંજીવ ભટ્ટને હાઇકોર્ટથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન અને કેસ ટ્રાન્સફરની તેમણે વર્ષ ૧૯૯૬ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની માગણી કરી હતી. જેની સાથે તેમની બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માંગ પણ હાઈકોર્ટે ફગાવી છે. ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના એક વકીલના હોટેલના રૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યાના આરોપમાં તેમની ધરપકડ કરી હતી. બાદમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાયાનો આરોપ લાગ્યો હતો. ૧૯૯૬માં જ્યારે સંજીવ ભટ્ટ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર ખોટો નારકોટિકસ ઉભો કરવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો.

૧૯૯૬માં પાલનપુરમાંની એક હોટેલમાં સુમેરસિહ રાજપુરોહિ ત નામના વકીલને ફસાવવા માટે તેમના રૂમમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હોવાનો તેમના પર આરોપ છે. આ મામલે ૨૦૧૮માં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન પી.આઇ વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી હતી છે. મળતી માહિતી પ્રમાણે સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓએ ૧૯૯૬માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્સને લઈને ખોટો કેસ નોંધ્યાનો તેમના પર આરોપ હતો. આ મામલે ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી જે ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.