PSI તરીકે પસંદગી પામેલા ઉમેદવારોનું પુન: મુલ્યાકંન કરતા 356 લાયક ઠર્યા

ગુજરાત
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં પીએસઆઇની પરીક્ષામાં અ ઉમેદવારોની પંસદગી કરાઇ હોવાના આક્ષેપ સાથે કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલમાં ગુજરાત ગૌણ પસંદગી પંસદગી બોર્ડે સોગંદનામું કરીને ચોકાવનારો ઘટસ્ફોટ કર્યો છેયોગ્ય. પીએસઆઇની પરીક્ષામાં અગાઉ પસંદ થયેલા 376 ઉમેદવારોનું પુન: મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. તે પૈકી માત્ર 52 ઉમેદવારો પુન: ચકાસણીમાં પંસદગી પામ્યા હોવાની રજુઆત કરાઇ છે. તે સિવાય બીજા 304 ઉમેદવારો પીએસઆઇની ઉમેદવારીમાં પંસદ કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટમાં સમગ્ર નિયુકિત પ્રક્રિયાને પડકારનારા 8 ઉમેદવારોનો પણ પીએસઆઇ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાત ગૌણ પસંદગી મંડળે સોગંદનામુ કરીને નવી યાદી મુકી છે. પહેલી વખત તા. 6-10-2017ના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. તેનું પુન: મુલ્યાંકન કરવાનું રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.