હિંમતનગર નાગરિક સહકારી બેંકની ગાંભોઈ શાખામાં લોકરની વ્યવસ્થા શરુ કરાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર નાગરિક સહકારી બેંક લીમીટેડની 59મી વાર્ષિક સાધારણસભા ખેડ તસીયા રોડ પર આવેલી દિગંબર જૈન વાડી ખાતે યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઓફ ડીરેક્ટરર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, પૂર્વ ચેરમેનો, પૂર્વ ડીરેક્ટરો, સભાસદો તથા બેન્કના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વર્ષ 2023 દરમિયાન બેંકમાં ડિપોઝીટ રૂ.294.17 કરોડ, ધિરાણ રૂ.165.16 કરોડ, કામકાજનું ભંડોળ રૂ.345.94 કરોડ અને નફો રૂ.6.72 કરોડ છે. તો બેંકના કુલ સભાસદ 32,526 છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં હેડ ઓફીસ સાથે છ શાખા અને એક ગાંભોઈ મળી કુલ સાત શાખાઓ ધરાવે છે. જેમાં 57 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 345.94 કરોડનું ટર્ન ઓવર કરે છે. ત્યારે અગામી સમયમાં બેંકને રાષ્ટ્રીયકૃત બેંકની સમકક્ષ લઇ જવાની તૈયારી છે.


આ અંગે બેન્કના પુનઃઅઢી વર્ષ માટે ચૂંટાયેલા ચેરમેન હિરેન ગોરે જણાવ્યું હતું કે, બેંક વિકાસ સાથે કદમ મિલાવી રહી છે અને અગામી દિવસોમાં હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં ભાડે ચાલતી શાખાનું પોતાનું મકાન બનશે. બીજી તરફ ગાંભોઈમાં ચાલી રહેલી શાખામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે લોકરની સુવિધા શરુ કરવામાં આવશે. શહેરમાં હેડ ઓફીસ, મહાવીરનગર, મહેતાપુરા અને સહકારી જીન શાખામાં લોકરોની સંખ્યા વધારવામાં આવશે. બીજી તરફ સભાસદો, ખાતેદારો અને શહેરીજનો માટે ડીજીટલ સમકક્ષ બેંક બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.