પાટણ યુનિવર્સિટી ખાતે આંતર યુનિવર્સિટી માટે પસંદગી કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ સંકુલ ખાતે ગુરુવારે ફેન્સિંગ સ્પર્ધા અને આંતર યુનિવર્સિટી માટે પસંદગી કેમ્પ યોજાયો હતો. જેમાં 22 ભાઇઓ અને 22 બહેનોએ ભાગ લીધો હતો જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચુડાસમા અજયસિંહએ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ ચાઇના ખાતે ભાગ લીધેલ હતો ત્યારે ચાઇના દ્વારા આપવામાં આવેલ સ્ટોલ કુલપતિને સોંપવામાં આવ્યો હતો.ફેન્સીગ સ્પર્ધામાં સ્પોર્ટ્સ ના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


યુનિવર્સિટી વતી ડો ચિરાગ પટેલ નિયામક શારીરિક શિક્ષણ એ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી..સ્પર્ધા દરમ્યાન ફેન્સિંગ એસોસિએશન ગુજરાત ના મંત્રી ભરતભાઈ ઠાકોર હાજર રહ્યા હતા. ચિરાગપટેલ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ફેન્સીગ અને આંતર યુનિવર્સિટી માટે પસંદગી કેમ્પ યોજાયો હતો.જેમાં 22 ભાઈઓ અને 22 બહેનો ઉપસ્થિત રહી ભાગ લીધો હતો આગામી સમય માં ઇન્ટર કોલેજ યુનિવર્સિટીમાં રમવા જશે. તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.