ચાણસ્માનાં મીઠીધારીયાલની સેવા સહકારી મંડળીનાં મંત્રીએ રૂ.1.35 કરોડની ઉચાપત કરી

પાટણ
પાટણ

ચાણસ્મા તાલુકાના મીઠીધારીયાલ ગામે આવેલી મીઠીધારીયાલ સેવા સહકારી મંડળીનાં મંત્રી તરીકેનો હદ્દો ધરાવતા કિર્તીભાઈ ડાહ્યાભાઇ પટેલ રે. મીઠીધારીયાલ તા. ચાણસ્માવાળાએ તા. 1-4-2018 થી 31-3- 2023 સુધીનાં સમયગાળામાં પોતાનાં હોદ્દાનો દૂરપયોગ કરીને મંડળીનાં હાથ ઉપરનાં સિલકનાં રૂ 1,12,63,660 તથા તે રકમનું વ્યાજનાં રૂા.22,63,770 મળી કુલે રૂા. 1,35,27,431ની કાયમી નાણાંકીય ઉચાપત કરીને નાણાં પોતાનાં અંગત ફાયદા માટે ઉપયોગ કરી ખોટા હિસાબો ઉધાર્યા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ મંડળીનાં પ્રમુખ કિર્તીભાઇ મોહનભાઇ પટેલે ચાણસ્મા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે મંત્રી સામે આઇપીસી 477(એ)/408મુજબ ગુનો નોંધ્યો હતો.

આ મંડળી ખેડૂતોને પાક ધિરાણ કરે છે. આ મંડળીનાં તા.1-4-18 થી 31-3-23સુધીનાં હિસાબોનું ઓડિટ થતાં પાટણ જિલ્લા રજિસ્ટ્રારે આ અંગે તપાસ થાય તે માટે ફરીયાદ દાખલ કરવા પ્રમુખને સત્તા આપી હતી ને તેઓએ (મંત્રીએ) પૈસા નહિં આપતાં તેઓએ ફરીયાદ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.