ચંદ્રયાનની સફળતાથી બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારતીય વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત,રિસર્ચને પગલે આજે દેશને એ ઍતિહાસિક દિવસ જોવા મળ્યો જેની દરેક ભારતીય વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું.મહિના અગાઉ ભારતીય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ ચંદ્રયાન-૩ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલ્યું હતું.જે સાંજે ૬ કલાકે સફળતાપૂર્વક ચન્દ્રની ધરતી પર લેન્ડ થઈ ચૂક્યું છે.જે ક્ષણે ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડ થયું તેજ ક્ષણે ઇસરોના વૈજ્ઞાનિકોએ તાળીઓથી આ ઍતિહાસિક ઘટનાને વધાવી લીધી હતી. ચંદ્ર પર ભારતનું યાન લેન્ડ થતાં જ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.દેશભરમાં દરેક જિલ્લાઓ,શહેરો,ગામોમાં ઉજવણીઓ શરૂ થઈ ચૂકી છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે હાથમાં તિરંગા અને પક્ષના ધ્વજ સાથે ફટાકડાઓ ફોડી ઉજવણી કરી હતી.તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે જીલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા એ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાન ૩ ની સફળતા દેશ માટે ખુબ જ ગર્વની વાત છે. આ મિશનની સફળતા દેશના ભવિષ્ય તેમજ અવકાશના વિવિધ આવનારા પ્રોજેક્ટ માં ખુબ જ ઉપયોગી સાબિત થશે. ચંદ્રયાન ૩ ની સફળતાથી ભરતદેશે એ કરી બતાવ્યું છે જે ભલભલા દેશ પણ નથી કરી શક્યા.ચન્દ્ર પર ના અવકાશી રહસ્યો હવે ભારત થકી આખા વિશ્વને જાણવા મળશે.એક વિકાસશીલ દેશની આટલી ભવ્ય સફળતાને પગલે સમગ્ર વિશ્વમાં ભારતીયોની પ્રતિભાનો ડંકો વાગ્યો છે. ભારતીય ઈસરો સંસ્થાએ આજે વિશ્વના ફલક પર દેશનું ગોરાવ વધાર્યું છે.ચન્દ્રયાન – ૩ સફળતાપૂર્વક લેન્ડ થતાં હવે લેન્ડર વિક્રમની મદદથી રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ભ્રમણ કરશે.જેને લીધે ચંદ્ર પર જીવન ,પાણી,સહિતના અનેક રહસ્યો ઉકેલવામાં વિજ્ઞાનિકોને સફળતા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.