પાટણના સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું વિદ્યાર્થીઓએ લાઈવ નિહાળ્યું

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના સાયન્સ સેન્ટર ખાતે આજ રોજ ચંદ્રયાન-3 નું લેંડિંગનું ભારત દેશના અવકાશ સંશોધનમાં એક મહત્વપૂર્ણ પગલાના ઉત્સાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.જેમાં સૌપ્રથમ સવારે 11 વાગેથી સરકારી પ્રાથમિક શાળા અઘાર ખાતે 400 થી વધુ વિદ્યાર્થીઓને ઈસરોના ચન્દ્રયાન-3 મિશન ની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ કાર્યક્રમો જેવા કે સાયન્સ સિટી સાથેના કાર્યક્રમો, ચન્દ્રયાન થીમ પર રંગોળી, ચન્દ્રયાન મિશન પર અંતાક્ષરી, અને સાયંટિફિક ક્વિઝ અને ચન્દ્રયાન-3 મિશન અને ઈસરો વિશે સાયંટિફિક-શો સહિતની પ્રવૃત્તિઓનું આયોજન સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.

ત્યારબાદ સાયન્સ સેન્ટરના આડિટોરિયમમાં ચંદ્રયાન-3 લેંડિંગનું જીવંત પ્રસારણ અને લોકપ્રિય ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રીએ આવનાર વિદ્યાર્થીઓને ચન્દ્રયાનના વિવિધ મિશન અને ઇસરો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક જીવંત પ્રસારણ નિહાળ્યું હતું સાથે ગર્વ અનુભવ્યું હતું. અંતે ડો શાસ્ત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો આપણે સામૂહિક રીતે નવા ભારતના ઇતિહાસને આકાર આપીએ અને આવનારી પેઢીઓ માટે અવકાશ ઉત્સાહની જ્વાળાઓ પ્રજ્વલિત કરીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.