બનાસકાંઠાના કલેક્ટરનું ફેક આઇડી બનાવી લોકો પાસે પૈસા માંગ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અચરજ પમાડે તેવો સાયબર ક્રાઇમનો બનાવ સામે આવ્યો છે. હરિયાણાના એક શાતિર ઠગે બનાસકાંઠા જિલ્લા કલેકટરનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી દીધું અને આ આઈડી પરથી લોકો પાસે પૈસાની માંગણી કરી અને કેટલાક લોકોને નોકરી અપાવવાના બહાના આપી પૈસા પડાવ્યા હતા. તો અનેક યુવતીઓ જોડે ચેટ દ્વારા ફ્લર્ટ કર્યું હતું. જો કે, આ મામલો કલેકટરને ધ્યાને આવતા આખરે આ ઠગના કાવતરાનો ભાંડો ફૂટી ગયો અને બનાસકાંઠા એલસીબી પોલીસે તેને દબોચી તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટરનું જ ફેક આઈડી બનાવી લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલનું એક શખ્સે ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવ્યું હતું અને આ શખ્સ આ આઈડી પરથી લોકોને મેસેજ કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી પૈસા પડાવતો હતો. અનેક લોકોને કલેક્ટર હોવાનું કહી નોકરી અપાવવાનું કહી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.