ધાનેરા વિસ્તારમાંથી ચોરીના ત્રણ બાઈકો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે ગુજરાતના અલગ અલગ રાજ્યમાંથી બાઈકો ચોરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા છે. જેમાં એલસીબી પોલીસ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એક શંકાસ્પદ બે ઈસમો બાઇક લઇ આવતા તેને રોકાવી પૂછપરછ શંકા જતા પોલીસે બંનેએ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા વિસ્તારમાંથી ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. જેમાં એલસીબી પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઇક લઇ જઈ રહ્યા હતા. પોલીસને શંકાના આધારે રોકાવી પૂછપરછ કરતા 1 નરપતસિંહ રાજપુત રહે, સિયા ધાનેરા તેમજ સાથી મિત્ર 2 કિરણભાઈ રાજપુત રહે, લવાણા લાખણી તેમના કબજામાં ત્રણ બાઈકો જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જેમાં પાટણ અમદાવાદ ધાનેરાના નોંધેલ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં એલસીબીએ મુદ્દામાલ કબજે લઈ બંને ઇસમોની અટકાયત કરી ધાનેરા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.