દાંતીવાડામાં પાનના ગલ્લા અને પાર્લરોમાં ચેકિંગ હાથ ધરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ને લઈ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાનના ગલ્લા પાર્લર ઉપર ચેકિંગ ધરતા કુલ 53 જેટલાં કેસ કરવામાં આવ્યા છે.


બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઇ પટેલ અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. જે. એચ. હરીયાણીના માર્ગદર્શન હેઠળ આજે દાંતીવાડામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ટોબેકો સેલ પાલનપુર અને દાંતીવાડા આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી દાંતીવાડા બજારમાં પાનના ગલ્લા અને પાર્લરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 53 કેસ કરી 8,550 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.ઉલ્લેખ છે કે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં જો સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો મોટાભાગના વિસ્તારોમાંથી મોટાભાગના કેસો મળી આવે તેમ છે જોકે હાલ દાતીવાડા ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરતા પાનના ગલ્લા અને પાર્લરમાંથી 53 કેસ મળી આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.